ડેનમાર્ક ઓપનમાં ભારતનો પડકાર સિંધુ-સાઇનાના શિરે

ડેનમાર્ક ઓપનમાં ભારતનો પડકાર સિંધુ-સાઇનાના શિરે
પુરુષ વિભાગમાં કે. શ્રીકાંતની નજર ફોર્મમાં વાપસી કરવા પર
ઓડેન્સે (ડેનમાર્ક) તા.1પ: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ અને અનુભવી સાઇના નેહવાલ મંગળવારથી અહીં શરૂ થઇ રહેલ ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારની આગેવાની લેશે. સિંધુને આ સ્પર્ધામાં ત્રીજો ક્રમ અપાયો છે. જયારે વિશ્વમાં 11મો ક્રમ
ધરાવતી સાઇના ડેનમાર્ક
ઓપનમાં બિનક્રમાંકિત ખેલાડી તરીકે રમશે.
પીવી સિંધુ મહિલા સિંગ્લસના પહેલા રાઉન્ડમાં અમેરિકાની ખેલાડી બીવેન ઝાંગ સામે અને સાઇના નેહવાલ હોંગકોંગની ખેલાડી ચેયુંગ નગાન યી સામે ટકરાશે. બીજી તરફ પુરુષ સિંગલ્સમાં ભારતની આશા વિશ્વમાં છઠ્ઠો ક્રમ ધરાવતા કિદાંબી શ્રીકાંત પર રહેશે. તેને ટૂર્નામેન્ટમાં સાતમો ક્રમ અપાયો છે. શ્રીકાંતનો પહેલા રાઉન્ડમાં સામનો ડેનમાર્કના ક્રિસ્ટિયન સોલબર્ગ સામે થશે અને સાઇ પ્રતિણ ચીનના હુઆ યુકિસયાંગ સામે ટકરાશે. સમીર વર્માને ચીનના ત્રીજા ક્રમના ખેલાડી શી યુકવીની બાધા પાર કરવી પડશે. એચએસ પ્રણોય કોરિયાના છઠ્ઠા નંબરના ખેલાડી સોન વાન હો સામે ટકરાશે. 
મેન્સ ડબલ્સમાં મનુ અત્રી અને સુમિત રેડ્ડી ભારતનો પડકાર રજૂ કરશે. મિકસ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને સાંત્વિક સાઇરાજ પહેલા રાઉન્ડમાં કોરિયન જોડી સામે ટકરાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer