ઍર હોસ્ટેસ પ્લેનનો દરવાજો બંધ કરવા જતાં નીચે પડી, ગંભીર રીતે થઈ ઘાયલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરવા તૈયાર ઍર ઇન્ડિયાના વિમાનનો દરવાજો બંધ કરવા જતાં 53 વર્ષની ઍર હોસ્ટેસ નીચે પડી જતાં તેને ગંભીર ઇજાઓ સાથે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ઍર હોસ્ટેસને શરીરના કેટલાક ભાગમાં ફ્રેક્ચર થયા હોવાનું અને તે ડૉક્ટરોની દેખરેખ હેઠળ હોવાનું હૉસ્પિટલ તરફથી જણાવાયું હતું. 
ઍરલાઇન તરફથી જણાવાયું હતું કે આજે સવારે દિલ્હી માટે ઉડાન ભરવા માટે ઍર ઇન્ડિયાનું વિમાન તૈયાર હતું ત્યારે આ કમનસીબ અકસ્માત બન્યો હતો. સીડી હટાવ્યા બાદ વિમાનનો દરવાજો બંધ કરાતે હતો ત્યારે ક્રૂ મેમ્બર હર્ષા લોબો અચાનક વિમાનમાંથી નીચે પડી હતી. તેમને પગમાં ગંભીર ઇજાઓ થતાં તુરંત જ નાણાવટી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયાં હતાં. હૉસ્પિટલ તરફથી જણાવાયું હતું કે સવારે સાત વાગ્યે આ ક્રૂ મેમ્બરને હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી અને તેમની ઇજાઓ ગંભીર છે, તેમને બંને પગ, કમર, પીઠ અને છાતી એમ શરીરના કેટલાક ભાગોમાં ફ્રેક્ચર થયાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer