મહિલાની સતત સેક્સની માગણીથી કંટાળેલા યુવકે કરી આત્મહત્યા

અમારા પ્રતિનિધિ તરફથી
પરભણી, તા. 15 : એક તરફ પુરુષો દ્વારા થતાં લૈંગિક અત્યાચારના વિરોધમાં બૉલીવૂડમાં `મી ટૂ' ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એક મહિલા તરફથી સતત શરીરસુખની માગણીથી કંટાળેલા એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પરભણીમાં બનેલા બનાવમાં સચિન મિટકરી નામના યુવકે ગળાફાંસો ખાધો હતો.
પરભણી-બસમત રોડ ખાતે આવેલા બ્રહ્મા એપાર્ટમેન્ટમાં રહેતા સચિને રવિવારે રાતે મહિલાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા કરતાં પૂર્વે લખેલી સુસાઇડ-નોટમાં આત્મહત્યા માટે મહિલાને જવાબદાર ગણતાં તેણે લખ્યું છે કે ``આ મહિલાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ મહિલા મારી પાસે સતત સેક્સની માગણી કરતી હતી. શરીરસુખ માટે તે મને સતત દબાણ કરતી રહેતી હતી. તેના અન્ય બે-ત્રણ યુવકો સાથે પણ અનૈતિક સંબંધ છે. મારી આત્મહત્યા માટે એ જ મહિલા જવાબદાર છે. મેં સેક્સની ના પાડતાં પાંચ દિવસ પૂર્વે મહિલાએ મારા પર બળાત્કારનો ખોટો ગુનો નોંધાવ્યો છે. આ બધી બાબતોથી કંટાળીને હું આત્મહત્યા કરું છું.''
આરોપી મહિલાએ મૃત્યુ પામનાર યુવક વિરુદ્ધ પરભણીના ગ્રામીણ પોલીસસ્ટેશને ગુનો નોંધાવ્યાની જાણ થયા બાદ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer