સાધ્વી દુષ્કર્મ કેસ : બિશપને જામીન પણ કેરળથી તડીપાર

પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવી દેવાની શરતે હાઈ કોર્ટ દ્વારા મુક્તિ
તિરુવનંતપુરમ, તા. 15 : કેરળની વડી અદાલતે સાધ્વી સાથે દુષ્કર્મના આરોપી બિશપ ફ્રેન્કોને જામીન તો આપ્યા છે, પરંતુ બિશપ કેરળમાં પ્રવેશી નહીં શકે અને સાથે પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે, તેવી શરત સાથે આ મુક્તિ
અપાઈ છે.
અગાઉ 21મી સપ્ટેમ્બરે પકડાયેલા બિશપના જામીન ત્રીજી ઓક્ટોબરે ફગાવી દેવાયા હતા. પછી તેણે હાઈકોર્ટ સમક્ષ નવી અરજી કરી હતી.
અરજીમાં જણાવાયું હતું કે, ફ્રેન્કો હવે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે તેવા મોટા પદ પર જ નથી, વધુમાં સાક્ષીઓને 24 કલાક સુરક્ષા અપાઈ રહી છે.
વધુમાં બિશપે તેમની ખરાબ થઈ રહેલી તબિયતનું કારણ દર્શાવીને પણ જામીન આપવાની માંગ કરી હતી, તો સાધ્વી વિરુદ્ધ તપાસ કરવાની અનુમતી પણ માગી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer