લાલબાગચા રાજા પર આવશે સરકારી અંકુશ

લાલબાગચા રાજા પર આવશે સરકારી અંકુશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈના સુપ્રસિદ્ધ `લાલબાગ ચા રાજા'ના ગણેશોત્સવ મંડળ ઉપર હવે સરકારી નિયંત્રણ આવશે. કાર્યકર્તાની જોહુકમી, વીવીઆઈપી સાથે ગેરવ્યવહાર અને સામાન્ય ભક્તોને વેઠવી પડતી અગવડ અટકે એવી આશા છે.
`લાલબાગ ચા રાજા'ના ગણેશોત્સવ મંડળની વિરુદ્ધ આવેલી ફરિયાદોની નોંધ લઈને એકંદરે પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. તેના આધારે કેટલાંક નિર્ણય લેવામાં આવ્યા છે.
તેના કારણે `લાલબાગ ચા રાજા' ગણેશોત્સવ મંડળના કામકાજ ઉપર હવે સરકાર નજર રાખશે. આ મંડળના પારદર્શક વહીવટ માટે સમિતિ સ્થાપવામાં આવશે. આ સમિતિ દર્શનની કતાર અંગે નીતિ નક્કી કરશે. વધુમાં `લાલબાગ ચા રાજા'ના ચરણે ધરવામાં આવતી ભેટની રકમ, દાગીના અને કિંમતી ચીજવસ્તુઓની ગણતરી હવે ચેરિટી કમિશનરની દેખરેખ હેઠળ કરાશે. ભાવિકોની કતાર કેવી હોવી જોઈએ, કોને તેમાં પ્રાથમિકતા મળવી જોઈએ અને કોને પ્રાથમિકતા મળવી ન જોઈએ. એ બધી બાબતો ઉપર ચેરિટી કમિશનરની સમિતની નજર રહેશે. તેના કારણે કાર્યકરો દ્વારા ભાવિકો પ્રત્યે થતી જાહુકમી ભરી વર્તણૂંક અંકુશમાં આવશે એવી અપેક્ષા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer