કઠોળ- તેલીબિયાંનું ઉત્પાદન વધવાનો સરકારને આશાવાદ

મુંબઈ, તા. 16 : કેન્દ્રના અન્નપ્રધાન રામવિલાસ પાસવાને કઠોળ અને ખાદ્યતેલના ભાવ વૃદ્ધિતરફી રહેશેનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ ખાદ્યચીજોની વપરાશનો મુખ્ય આધાર તેની આયાત પર રહે છે.
દેશમાં શેરડીનું ઉત્પાદન 2016-'17માં 3060 લાખ ટનનું થયું હતું. તો ખાંડનું ઉત્પાદન 233 લાખ ટન નોંધાયું હતું. પણ ઊંચી ગુણવત્તાના બિયારણના વાપરને લઈને 2017-'18માં શેરડીનું ઉત્પાદન વધીને 3770 લાખ ટન થયાનું અંદાજાયું હતું. વર્ષ માટે ખાંડનું ઉત્પાદન 323 લાખ ટન થવાનું અંદાજાયું છે. ચાલુ વર્ષમાં શેરડીનો વાવેતર વિસ્તાર વધતાં તેનું ઉત્પાદન 3840 લાખ ટન અને ખાંડનું 350-355 લાખ ટન થવાનું અંદાજાય છે.
તો કઠોળના ઉત્પાદનનો 2017-'18 માટે છેલ્લો અંદાજ 252 લાખ ટનનો થાય છે. ચાલુ વર્ષ માટે સરકારનો લક્ષ્યાંક 240 લાખ ટનનો છે. પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની પ્રતિકૂળતાએ કદાચ આ અંદાજને પહોંચી શકાય નહીં. તેનો વાવેતર વિસ્તાર વધ્યો છે. 2017-'18 દરમિયાન કઠોળનું 7,92,000 અને તેલીબિયાંનું 1,12,000 ટન વધારાનું ઉત્પાદન થયું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer