સૈફ અને કરીનાનો દીકરાને સાથે જ રાખવાનો આગ્રહ

સૈફ અને કરીનાનો દીકરાને સાથે જ રાખવાનો આગ્રહ
દીકરા તૈમૂરના જન્મ બાદથી કરીના કપૂર ખાનનું માતા તરીકેનું નવું સ્વરૂપ જોવા મળે છે. અભિનેત્રી આધુનિક વિચારોની હોવા છતાં દીકરાના ઉછેરમાં પૂર્ણપણે ધ્યાન આપે છે. આ જ પ્રમાણે મોટી ઉંમરે પિતા બનવા છતાં સૈફ અલી ખાન પણ દીકરા તૈમૂરની સાથે રહેવાનો અથવા તેને પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે કામકાજી દંપતીનાં સંતાનો આયા પાસે ઉછરતાં હોય છે. આ નિયમ પ્રમાણ તૈમૂરની કાળજી રાખવા પણ નેની છે જે મહિને લાખ રૂપિયાનો પગાર લે છે. આમ છતાં સૈફ અને કરીના બેમાંથી એક દીકરાની સાથે રહેવાનો આગ્રહ રાખે છે. જો કરીનાએ શૂટિંગ કે અન્ય કામ માટે જવાનું હોય તો સૈફ ઘરે રહે છે. જ્યારે સૈફે બહાર જવાનું હોય ત્યારે કરીના દીકરા સાથે રહે છે અને જો બંનેને સાથે જ જવું પડે એમ હોય તો બેમાંથી એક દીકરાને સાથે લઇને જાય છે. વાસ્તવમાં તેઓ તૈમૂરના શારીરિક અને માનસિક વિકાસની પળેપળના સાક્ષી બનવા માગે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer