અક્ષયકુમાર વિદ્યા બાલનનું 11 વર્ષે પુનર્મિલન

અક્ષયકુમાર વિદ્યા બાલનનું 11 વર્ષે પુનર્મિલન
અગાઉ બે ફિલ્મો - સાજીદ નડિયાદવાલાની `હે બેબી' અને પ્રિયદર્શનની `ભૂલભૂલૈયા'માં સાથે કામ કરનારા અક્ષયકુમાર અને વિદ્યા બાલનને 11 વર્ષ બાદ આર. બાલ્કી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં ફરીથી સાથે જોઈ શકાશે. ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મનું નિર્માણ સુધ્ધાં બાલ્કી જ કરશે. ફિલ્મનું કથાનક ભારતના 2014ના મંગલયાન સ્પેસ અભિયાન પર આધારિત છે. ફિલ્મમાં વિદ્યાનો રોલ વિજ્ઞાનીઓની ટીમના આગેવાન તરીકેનો છે. જોકે, અગાઉ બે વખત ફિલ્મોમાં વિદ્યા અને અક્કી સાથે આવ્યાં હતાં ખરાં, પરંતુ હીરો-હીરોઈન તરીકે નહીં. જ્યારે બાલ્કીની ફિલ્મમાં તેઓ એકબીજા સામે છે. નોંધનીય છે કે, મંગલયાન 5મી નવેમ્બર, 2013ના ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer