લિન ડેનને હરાવીને શ્રીકાંત ડેનમાર્ક ઓપનની કવાર્ટરમાં

લિન ડેનને હરાવીને શ્રીકાંત ડેનમાર્ક ઓપનની કવાર્ટરમાં
સમીર વર્માએ એશિયન ગેમ્સના વિજેતાને આંચકો આપ્યો
 
ઓડેંસે (ડેનમાર્ક) તા.19: ભારતના સ્ટાર પુરુષ શટલબ કિદાંબી શ્રીકાંતે તેની કેરિયરમાં બીજીવાર મહાન ખેલાડી લિન ડેનને હરાવીને ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. શ્રીકાંતની ટકકર હવે હમવતન સમીર વર્મા સામે થશે. દુનિયામાં છઠ્ઠો ક્રમ ધરાવતા શ્રીકાંતે પ્રી કવાર્ટરના મુકાબલામાં ચીનના પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ  લિન ડેનને ત્રણ સેટની લડત બાદ 18-21, 21-17 અને 21-16થી હાર આપી હતી. શ્રીકાંત પહેલી ગેમ હારી ગયો હતો, પણ તેણે શાનદાર વાપસી કરીને મેચ જીતી લીધો હતો. શ્રીકાંત અને લિન ડેન વચ્ચે ઓવરઓલ આ પાંચમો મુકાબલો હતો. જેમાં ચીની ખેલાડીની બીજીવાર હાર મળી છે. આ પહેલા રિયો ઓલિમ્પિકમાં શ્રીકાંતને લિન ડેન સામે હાર સહન કરવી પડી હતી. જયારે 2014માં ચીન ઓપનમાં શ્રીકાંતે પહેલીવાર ડેનને હાર આપી હતી.
બીજી તરફ વિશ્વમાં 23મો ક્રમ ધરાવતા ભારતના સમીર વર્માએ એશિયન ગેમ્સના ચેમ્પિયન ઇન્ડોનેશિયાના ખેલાડી જોનાથન ક્રિસ્ટીને રસાકસી બાદ 23-21, 6-21 અને 22-20થી હાર આપીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા સાઇના પણ વિશ્વ નંબર બે જાપાનની યામાગુચીને હાર આપીને અંતિમ આઠમાં પહોંચી હતી.મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિકકી રેડ્ડી પણ કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer