અમદાવાદમાં આઠ વર્ષની બાળકી પાડોશીને ત્યાં ખિસકોલી રમાડવા ગઈ ને દુષ્કર્મનો ભોગ બની

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પાડોશીના ઘરે ખિસકોલી રમાડવા ગઇ હતી ત્યારે મોકાનો ફાયદો ઉઠાવીને નરાધમે બાળકી સાથે દુષ્કર્મ કર્યુ હતું.  વેજલપુરમાં સોનલ સિનેમા પાસે આવેલા મક્કાનગરની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે. જ્યારે શહેરના દરિયાપુર વિસ્તારમાં પણ 7 વર્ષની બાળકી સાથે અડપલા કરવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. કાલુપુર મસ્જિદ પાસે રિક્ષામાં રમતી બાળકી સાથે અડપલા કરનાર યુવકને લોકોએ જોઇ જતા માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. આ બન્ને ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.  
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. હજુ તો સુરતના ડિંડોલીની, બનાસકાંઠાના ઢુંઢારની ઘટના તો માનસપટ પરથી ભુલાઇ નથી ત્યાં અમદાવાદમાં વધુ દુષ્કર્મની ઘટના સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer