લોકસભા ચૂંટણી પહેલાં ધારાનું અમલમાં આવવું લગભગ અસંભવ

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કાયદાનું ઘડતર સંભવ ખરું?
 
નવીદિલ્હી, તા.19: અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ભાજપ સરકાર સમક્ષ એક મોટી માગણી રાખી દીધી છે. તેમણે કાયદો ઘડીને પણ મંદિરનો માર્ગ મોકળો કરવાની હિમાયત કરી છે. ધારો કે સરકાર કાયદાનો માર્ગ અખત્યાર કરવા તૈયાર થાય તો પણ આગામી લોકસભા ચૂંટણી પહેલા તેનું સાકાર થવું શક્ય જણાતું નથી.
સંઘના અધ્યક્ષ એવું માને છે કે કાયદો ઘડીને અયોધ્યામાં મંદિર નિર્મિત થઈ શકશે પણ આ કાર્ય એટલું આસાન નથી. ભાજપ પાસે લોકસભામાં બહુમત છે તેમાં કોઈ શંકા નથી અને નીચલા ગૃહમાં તે આવો કાયદો સરળતાથી પસાર કરાવી શકવા સમર્થ છે પરંતુ રાજ્યસભામાં એનડીએ પાસે બહુમત નથી. આ ઉપરાંત એનડીએના જ જેડીયુ જેવા પક્ષો આવા કોઈપણ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજ્યસભામાં આના માટેનો કાયદો પસાર થાય તેવી સંભાવના ઓછી દેખાય છે. સંસદની મંજૂરી પછી પણ રાષ્ટ્રપતિની બહાલી બાદ જ કોઈપણ કાયદાની અમલવારી થાય છે.
 

Published on: Sat, 20 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer