ચીનમાં બ્રહ્મપુત્રાનું પાણી અટક્યું, અરુણાચલમાં એલર્ટ

ઈટાનગર, તા. 19 : ચીનમાં થયેલા ભૂસ્ખલનના કારણે નીચેની તરફ બ્રહ્મપુત્ર નદીનું પાણીનું વ્હેણ પ્રભાવિત થયું છે. અરુણાચલથી કોંગ્રેસના સાંસદ નિનોંગ એરિંગે પત્ર લખીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને જળ સંસાધન રાજ્ય મંત્રી અર્જુન મેઘવાલને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. સાંસદના કહેવા પ્રમાણે 16 ઓક્ટોબરના ભૂસ્ખલનને કારણે વ્હેણ પ્રભાવિત થયું છે અને ટૂંક સમયમાં તેને સાફ કરવામાં નહી આવે તો એકઠું થયેલુ  પાણી ઓચિંતુ ભારત તરફ આવતા મુશ્કેલી વધી શકે છે. ચીનના કહેવા પ્રમાણે ભૂસ્ખલન બાદ પાણીનો વહાવ પુરી રીતે પ્રભાવિત થયો છે અને જળસ્તરમાં 40 મીટરનો વધારો નોંધાયો છે. આ ભરાવો હવે ભારત માટે જોખમરૂપ બની શકે છે. જોખમને ધ્યાને લઈને અરૂણાચલના ઈસ્ટ સિયાંગ જિલ્લામાં પ્રશાસને લોકોને નદી કિનારે જવા ઉપર મનાઈ ફરમાવી છે. આ અગાઉ જૂન 2000માં પણ આવી જ પરિસ્થિતિ સર્જાય હતી. જેમાં બ્રહ્મપુત્ર નદીમાં ચીને પાણી છોડતા અરૂણાચલ પ્રદેશમાં ભારે નુકસાન થયું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer