ચીનનો જીડીપી નવ વર્ષના તળિયે

અમેરિકા સાથેના ટ્રેડ વૉર વચ્ચે ચીને નોંધાવ્યો 6.5 ટકા જીડીપી 
 
નવી દિલ્હી, તા. 19: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસરના કારણે ચીનનો જીડીપી 9 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ચીન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રીમાસિક ગાળા દરમિયાન ચીનની જીડીપી માત્ર 6.5 ટકા નોંધાવ્યો છે. આ અગાઉના બન્ને ત્રીમાસિક ગાળામાં ચીને 6.8 અને 6.7 ટકા જીડીપી નોંધાવ્યો હતો.
ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિકના કહેવા પ્રમાણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર છવાયેલ સંકટના કારણે જીડીપીમાં ઘટાડો થયો છે. બીજી તરફ બ્યૂરોએ આ ઘટાડા માટે અમેરિકા સાથેના ટ્રેડ વોર ઉપરાંત ચીન સરકાર ઉપર સતત વધી રહેલા કરજને પણ કારણભૂત ગણાવ્યું છે. ચીન સરકારના પ્રવક્તા માઓ શેંગયોંગના કહેવા પ્રમાણે ટ્રેડ વોરના કારણે ચીન માટે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને ઘરેલૂ સ્તરે ચીન સરકારને આર્થિક સુધાર અને વિકાસના લક્ષ્યને આગળ ધપાવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer