બ્રિટિશ પાર્લામેન્ટ દિવાળી-ઇદને રજા જાહેર કરવા ચર્ચા કરશ

બ્રિટિશ પાર્લામેન્ટ દિવાળી-ઇદને રજા જાહેર કરવા ચર્ચા કરશ
લંડન, તા. 19 : હિન્દુઓના તહેવાર દિવાળી અને મુસ્લિમોના તહેવાર ઇદને જાહેર રજા તરીકે જાહેર કરવા બ્રિટિશ સાંસદો આ મહિનાના અંતમાં સંસદમાં ચર્ચા યોજશે. સંસદને સોંપવામાં આવેલી અરજીઓ દ્વારા આ તહેવારોને જાહેર રજા જાહેર કરવાની હાકલ કરવામાં આવી છે.
ઇદ ઉલ ફિત્ર અને ઇદ ઉલ અદાને જાહેર રજા ગણાવા 45 હજાર લોકોએ પાર્લામેન્ટની ઇ-પિટિશન વેબસાઈટ પરની અરજી પર સહી કરી છે. એવી જ રીતે 11 હજાર લોકોએ દિવાળી અને દશેરાના દિવસે જાહેર રજા આપવાની માગણી કરી છે.
આ અરજીઓમાં એવી નોંધ લેવામાં આવી છે કે બ્રિટનમાં આ બન્ને સમુદાયોની વસતિ સારા એવા પ્રમાણમાં હોવા છતાં તેમના ધર્મોને માન્યતા મળે એ રીતે જાહેર રજાઓ આપવામાં આવતી નથી. 2011ની વસતિ  ગણતરી  મુજબ યુકેમાં કુલ વસતિના 4.6 ટકા વસતિ મુસ્લિમોની છે જ્યારે 1.5 ટકા વસતિ હિન્દુઓની છે.
જોકે અગાઉ આ વર્ષે સરકારે આ અરજીઓને નકારી કાઢી હતી અને તે માટે સારા એવા ખર્ચના કારણને આગળ ધર્યું હતું. `2012ના ડાયમન્ડ જ્યુબિલી હોલીડેનો ખર્ચ 1.2 અબજ પાઉન્ડ થયો હતો' એમ સરકારે આ આવી અરજીઓના જવાબમાં એક નિવેદનમાં જણાવ્યું હતું.
જોકે સંસદની પિટિશન્સ કમિટીએ આ અરજીઓ પર વેસ્ટ મિનિસ્ટર હૉલમાં ચર્ચા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer