દેશનું પ્રથમ સૌથી મોટું ડૉમેસ્ટિક ક્રૂઝ આજથી શરૂ થશે, મુંબઈથી ગોવા વચ્ચે ચાલશે

દેશનું પ્રથમ સૌથી મોટું ડૉમેસ્ટિક ક્રૂઝ આજથી શરૂ થશે, મુંબઈથી ગોવા વચ્ચે ચાલશે
નવી દિલ્હી, તા. 20 : દેશનું પ્રથમ સૌથી મોટું ડૉમેસ્ટિક ક્રૂઝ શનિવારથી મુંબઈથી ગોવા વચ્ચે મુસાફરી શરૂ કરી દેશે. 131 મીટર લાંબા શિપનું નામ `અંગ્રિયા' છે. શિપમાં 104 રૂમ છે. 350 લોકો મુસાફરી કરી શકશે. ક્રૂઝમાં ભાડાની 6 કેટેગરી છે જે 6 હજારથી 11 હજાર વચ્ચે છે. ભાડાની કેટેગરીમાં પ્રીમિયમ સ્યૂટ, પ્રીમિયમ સ્યૂટ કપલ, પ્રીમિયમ રૂમ 4 અને 2 લોકો માટે, ગ્રુપ માટે ડોરમેટરી અને કપલ પોડ સામેલ છે. ભાડામાં હાઈ ટી, ડિનર અને લંચ સામેલ છે. તેમાં બે રેસ્ટોરાં ઉપરાંત 3 ઓપન ડેક અને 24 કલાક ખુલ્લી રહેતી કૉફી શોપ પણ છે. આ વિશ્વનું પ્રથમ ક્રૂઝ છે જેમાં કપલ પોડ (સુવિધાઓથી લેસ મોટું કેપ્સૂલ જેવું) નું સેગમેન્ટ અપાયું છે.  
`અંગ્રિયા'ના નિર્દેશક સિદ્ધાર્થ નેવલકરે જણાવ્યું કે આ ક્રૂઝ જાપાનથી ઓગાસાઆરા આઈસલેન્ડ વચ્ચે ચાલતું હતું. દોઢ વર્ષ પહેલાં ખરીદીને મુંબઈ પોર્ટમાં તેને મોડિફાય કરાયું. આ ક્રૂઝ ડીપ સીમાં ન જઈને કૉસ્ટલ એરિયાથી જશે. તેનાથી લોકો મુસાફરી દરમિયાન કૉસ્ટલની સુંદરતા માણી શકશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer