ધારાવી પુનર્વસન યોજના : બે બિલ્ડિંગો વચ્ચેના અંતરમાં છૂટછાટ અપાશે

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રના પ્રધાનમંડળની 16 અૉક્ટોબરે મળેલી બેઠકમાં એશિયા ખંડની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટી ધારાવીની સમગ્ર 240 હૅક્ટર જમીનને એક જ ક્લસ્ટર ગણીને તેના પુનર્વસનની યોજનાના નવા પ્લાનને મંજૂર કરાયો હતો. ખાસ તો 26,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી ધારાવી પુનર્વસન યોજનામાં બે બિલ્ડિંગો વચ્ચેના અંતરમાં ફેરફાર સંબંધી પ્રસ્તાવ મહારાષ્ટ્ર સરકારના પ્રધાનમંડળની બેઠક સમક્ષ આવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હસ્તકના શહેર વિકાસ વિભાગ આ પ્રસ્તાવના વિરોધમાં હોવા છતાં ગૃહનિર્માણ વિભાગે પ્રધાનમંડળની મંજૂરી મેળવી લીધી હતી. 
આ યોજનામાં 60,000 ઝૂંપડાના પુનર્વસન થવાના છે અને અન્ય સુવિધાઓ ઊભી કરીને ટાઉનશિપ બનશે તેથી સરકારે આ યોજનાને ખાસ ચારની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પ્રદાન કરી છે. એક અંદાજ પ્રમાણે આના કારણે પાંચ કરોડ ચોરસ ફૂટથી વધુ રહેવાસી કે વ્યવસાયી વેચી શકાય એવી જગ્યા આ યોજનામાંથી ઊભી થશે, જે ડેવલપર કંપની માટે નફાકારક રહેશે.  જો કે ધારાવી ઍરપોર્ટના નજીકના દસ કિલોમિટરના પરિસરમાં હોવાથી ત્યાં બિલ્ડિંગની ઊંચાઇ સંબંધી નિયંત્રણો પણ લાગેલા છે. તેથી જ બે બિલ્ડિંગો વચ્ચેની જગ્યા ખૂબ મહત્ત્વનો મુદો છે. ગૃહનિર્માણ વિભાગે આ હેતુસર બે બિલ્ડિંગો વચ્ચેના અંતરમાં છૂટછાટની માગણી કરી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer