છેલ્લા એક મહિનામાં BMC ને બિલ્ડિંગ માટે એકેય દરખાસ્ત મળી નથી

મુંબઈ, તા. 20 : સુપ્રીમ કોર્ટ કન્સ્ટ્રક્શનના પ્રતિબંધ પરનો સ્ટે એક મહિનો લંબાવ્યો છતાં બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ને હજી સુધી બિલ્ડિંગ માટેની એક સુધ્ધાં દરખાસ્ત મળી નથી. આ માટેનું કારણ નવો ડેવલપમેન્ટ રેગ્યુલેશન કે જે ટૂંક સમયમાં જ, ઘણુંખરું કરીને 13 અૉક્ટોબરથી અમલમાં આવી રહ્યો છે તે આગળ ધરાય છે. જેમાં કે એફએસઆઈ અને ટીડીઆરનાં ધારાધોરણોમાં ફેરફારોની સૂચના આવતાં રહેતા ડેવલપર્સ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
મુંબઈ વડી અદાલતે શહેરમાં રિડેવલપમેન્ટ તથા ઝૂંપડપટ્ટીની પુન:ર્વસન યોજનાઓ સિવાય બધાં જ નવા બાંધકામ પર માર્ચ, 2016માં પ્રતિબંધ લાદ્યો છે.
આ કારણે મહારાષ્ટ્ર ચેમ્બર અૉફ હાઉસિંગે આમાં `િરલીફ' આપવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો. 16 માર્ચ, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે છ મહિના માટે શરતી રાહત આપી હતી અને પછી તે 23 અૉક્ટોબર સુધી લંબાવી હતી.
પ્રથમ છ માસમાં બીએમસીએ 1 બિલ્ડિંગ માટેની 1293 દરખાસ્તોને લીલી ઝંડી આપી દીધી હતી. જે ઘણુંખરું કરીને પશ્ચિમનાં પરાંઓ માટે રહી છે. પશ્ચિમનાં પરાંઓમાં 634 નવાં બિલ્ડિંગ માટે, 264 પૂર્વ અને 384 દક્ષિણ મુંબઈ માટે દરખાસ્તો રહી છે. પ્રથમ 4 માસમાં નગરપાલિકાએ 94 ટકા દરખાસ્તોને લીલી ઝંડી આપી હતી. 15 જુલાઈ સુધીમાં 1216 દરખાસ્તોને મંજૂરી મળી ગઈ હતી. ત્યાર પછી દરખાસ્તોની સંખ્યા ઘટતી જણાઇ. તેનું કારણ નવા ડીસીઆરના અમલમાં વિલંબ માનવામાં આવે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer