રેખાના `ફેવરિટ'' ફૂલનો બેન્ડ સ્ટેન્ડના લોકોએ કર્યો `અસ્વીકાર''

રેખાના `ફેવરિટ'' ફૂલનો બેન્ડ સ્ટેન્ડના લોકોએ કર્યો `અસ્વીકાર''
મુંબઈ, તા. 20 : પીઢ અભિનેત્રી રેખાએ કરેલા આદેશ મુજબ બેન્ડ સ્ટેન્ડ પ્રોમેનેડમાં 200 ચંપાના છોડ ઉગાડવાની મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડે કરેલી હિલચાલનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે.
રેખાએ રાજ્યસભાનાં સાંસદ તરીકે (માર્ચ 2012થી એપ્રિલ 2018) પોતાના ભંડોળમાંથી બેન્ડ સ્ટેન્ડના સુશોભીકરણ માટે રૂા. 2.6 કરોડ ફાળવ્યા હતા અને આસપાસનાં પરિસરમાં ચંપાના છોડ ઉગાડવાનો સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો.
બાંદરા બેન્ડ સ્ટેન્ડ રેસિડેન્ટ્સ ટ્રસ્ટના ટ્રસ્ટી રોબિન નાથે જણાવ્યું હતું કે આ છોડોની સારસંભાળ-માવજત કોણ કરશે એ વિશે કંઈ જ સ્પષ્ટતા કરાઈ નથી. અમને કહેવામાં આવ્યું હતું કે પોતાના સાંસદ તરીકેનાં કાર્યકાળ દરમિયાન ફાળવવામાં આવેલા ભંડોળમાંથી પ્રોમેનેડમાં ચંપાના છોડ રોપવામાં આવશે, પરંતુ જ્યારે તેમની જાળવણી સત્તાવાળા ત્રણ વર્ષ માટે કરશે કે એવું પૂછવામાં આવતાં તેમણે ફક્ત એક વર્ષ જ જાળવણી કરાશે એવું કહ્યું હતું.
રેખા દ્વારા ફાળવાયેલા રૂા. 2.6 કરોડ પૈકી એક કરોડની જંગી રકમ કેવળ ટ્રી પ્લાન્ટેશન તેમ જ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ઊભી કરવા પાછળ ખર્ચ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer