સુરત : બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારો બિહારથી ઝડપાયો

સુરત, તા. 20 : સુરતના લિંબાયત વિસ્તારની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચની ટીમે પરપ્રાંતીય આરોપી અનિલ યાદવને બિહારના ધનસુરી ગામેથી ઝડપી પાડ્યો છે. હેવાની કૃત્ય આચર્યા બાદ આરોપી ટ્રેન દ્વારા બિહાર ભાગી ગયો હતો. આજે આરોપીને ટ્રેન દ્વારા સુરત લાવવામાં આવશે. જે બાદ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે. મહત્ત્વનું છે કે શહેરના લિંબાયત વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ પાડોશીના ઘરમાંથી મળી આવ્યો હતો, પોલીસે દુષ્કર્મ અને હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલી લીધો હતો. પોલીસે બાળકીની હત્યા અને દુષ્કર્મનો આરોપી અનિલ યાદવ પહેલા ફરાર થઇ ગયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ દુષ્કર્મ અને હત્યા કરી તે પહેલાં ચિક્કાર દારૂ પીધો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer