લવ રંજનને માર્ગદર્શક માને છે નુસરત ભરૂચા

લવ રંજનને માર્ગદર્શક માને છે નુસરત ભરૂચા
પ્યાર કા પંચનામા અને સોનું કે ટિટુ કી શાદી ફિલ્મમાં અભિનય કરનારી અભિનેત્રી નુસરત ભરુચાએ અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તે ચારેયના દિગ્દર્શક લવ રંજન છે. નુસરત અને રંજન વચ્ચે ગાઢ મૈત્રી છે અને અભિનેત્રી રંજનને પૂછયા વગર એકપણ ફિલ્મ સાઇન કરતી નથી. તે બંને વચ્ચે મૈત્રી કરતાં કંઇક વિશેષ સંબંધ હોવાની થઇ રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતાં નુસરતે કહ્યું કે તેઓ મારા માર્ગદર્શક છે. હાલમાં મી ટૂ ઝુંબેશ હેઠળ રંજન પર પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ આક્ષેપને રદિયો આપતો પત્ર નુસરતે લખીને સોશિયલ મીડિયામાં મૂકયો છે. જોકે, નુસરતની કથામાં વળાંક એ આવ્યો છે કે હવે તે અન્ય ફિલ્મ નિર્માતાઓને રંજનને દિગ્દર્શક તરીકે લેવાનું સૂચન કરી રહી છે. તેના આવા સૂચનથી નિર્માતાઓને આંચકો લાગે છે. ઉપરાંત નુસરતના આવા સૂચનને લીધે નિર્માતાઓ રંજનને લેવાને બદલે હવે બીજી અભિનેત્રીને લેવાનું વિચારવા લાગ્યા છે. કારકિર્દીના આરંભે નુસરત માટે આવાં સૂચન ભારે જોખમી સાબિત થશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer