રણવીર અને કંગનાની ફિલ્મો મુશ્કેલીમાં

રણવીર અને કંગનાની ફિલ્મો મુશ્કેલીમાં
જ્યારે કોઇ કલાકારની બે ફિલ્મો ઉપરાઉપરી રજૂ થાય ત્યારે બીજી ફિલ્મ ફલોપ જતી હોવાનું જોવા મળ્યું છે. રણવીર સિંહ અને કંગના રનૌત સાથે આવી મુશ્કેલી આવતા વર્ષે થાય એવી શકયતા છે. આ સમીકરણને આધારે રણવીરની ગલી બોય અને કંગનાની મેન્ટલ હૈ કયા પર ફલોપ જવાની તલવાર તોળાઇ રહી છે. 
રણવીર અભિનિત રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા 28 ડિસેમ્બરે રજૂ થશે. ત્યાર બાદ સાતમા સપ્તાહે એટલે કે વેલેન્ટાઇન્સ ડેએ તેની ગલી બોય રજૂ થશે. નોંધનીય છે કે 2017માં રણવીરની એકપણ ફિલ્મ રજૂ નહોતી થઇ. જયારે 2018માં પદ્માવત આવી હતી. જયારે હવે તેની બે ફિલ્મો ઉપરાઉપરી આવશે જેને પ્રેક્ષકો સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું. આ જ રીતે કંગનાની મેન્ટલ હૈ કયા પણ ફેબ્રુઆરી મહિનામાં રજૂ થશે. પરંતુ ફિલ્મમેકર્સ તેને માર્ચ મહિનામાં રજૂ કરવાનું વિચારી રહ્યા છે જેથી 25 જાન્યુઆરીએ રજૂ થનારી તેની ફિલ્મ મણિકર્ણિકાના પડછાયામાં તે ફેંકાઇ ન જાય. નોંધનીય છે કે અગાઉ ક્વિન રજૂ થયા બાદ થોડા દિવસમાં જ રિવોલ્વર રાની રજૂ થતાં તે ફલોપ ગઇ હતી. હવે મેન્ટલ હૈ કયા સાથે એવું ન થાય તેની તકેદારી રખાઇ રહી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer