પ્રજાસત્તાક દિને ફિલ્મોની ટક્કર ટળવાની નથી

પ્રજાસત્તાક દિને ફિલ્મોની ટક્કર ટળવાની નથી
2019ના પ્રજાસત્તાક દિને બોક્સ ઓફિસ પર હિન્દી ફિલ્મોની ટક્કર થવાની છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ઠાકરે 23 જાન્યુઆરીએ રજૂ થશે. જો કે, અત્યારે તેનું કામ અટકી ગયું છે. બીજી ત્રણ ફિલ્મ રિતિક રોશનની સુપર 30, કંગના રનૌતની મણિકર્ણિકા: ક્વિન ઓફ ઝાંસી અને ઇમરાન હાશ્મીની ચીટ ઇન્ડિયા 25 જાન્યુઆરીએ રજૂ થશે. જો કે, કંગનાની ફિલ્મ મણિકર્ણિકાનાં કેટલાંક દૃશ્યોનું ફરી શૂટિંગ થઇ રહ્યું છે. રિતિકની સુપર 30 પણ સમસ્યામાં સપડાઇ છે. તેના દિગ્દર્શક વિકાસ બહલ પર મી ટૂ હેઠળ સતામણીના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ જ પ્રમાણે ચીટ ઇન્ડિયાના દિગ્દર્શક સૌમિક સેન પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે. જો કે, આ ફિલ્મના નિર્માતાએ સૌમિકને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. આથી ફિલ્મની ગાડી ફરી પાટે ચડી છે અને તેઓ ફિલ્મના પ્રમોશનમાં આ આક્ષેપોના શું જવાબ આપવા તે તૈયાર કરી રહ્યા છે. આમ છતાં ઠાકરે તથા અન્ય બે ફિલ્મો સાથે ચીટ ઇન્ડિયાની ટક્કર ટાળવા માટે તેની રજૂઆત પાછળ ઠેલવામાં આવશે એવી ચર્ચા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer