વિશ્વ કુસ્તી ચૅમ્પિયનશિપમાં બજરંગ પૂનિયા ફાઇનલમાં : સુમિત કાંસ્ય ચંદ્રક ચૂકયો

વિશ્વ કુસ્તી ચૅમ્પિયનશિપમાં બજરંગ પૂનિયા ફાઇનલમાં : સુમિત કાંસ્ય ચંદ્રક ચૂકયો
બુડાપોસ્ટ, તા.22: ભારતનો સ્ટાર કુસ્તીબાજ બજરંગ પૂનિયા વર્લ્ડ રેસલીંગ ચેમ્પિયનશીપના ફ્રી સ્ટાઇલ વર્ગના ફાઇનલમાં પહોંચી ગયો છે. તેના માટે ગોલ્ડ મેડલ જીતવાની સારી તક છે. ભારતના અન્ય ત્રણ પહેલવાન હારીને બહાર થઇ ગયા છે. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના વિજેતા બજરંગ પૂનિયાએ કવાર્ટર ફાઇનલમાં કયૂબાના વાલેદેસ તોબિયરને 4-3 પોઇન્ટથી હાર આપી હતી. જયારે સેમિ ફાઇનલમાં મંગોલિયાના પહેલવાન તુલગા તુમુર ઓચિરને 5-3થી હરાવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ચાર વર્ષ પહેલા કાંસ્ય ચંદ્રક જીતનાર બજરંગ હવે સુવર્ણ ચંદ્રક જીતવાની નજીક પહોંચી ગયો છે. બજરંગ વિજેતા બનશે તો સુશીલ કુમાર પછી ગોલ્ડ જીતનારો બીજો ભારતીય કુસ્તી ખેલાડી બનશે. સુશીલ કુમારે 2010માં સુવર્ણ ચંદ્રક કબજે કર્યોં હતો.
બીજી તરફ સંદિપ કુમાર 57 કિલો વર્ગમાં ગ્વાટેમાલાના જોસ મોકસ સામે જીતી ગયો હતો, પણ તેને અઝરબેજાનના ખેલાડી જિજોર્જી સામે હાર મળી હતી. સુમિત મલિક પણ 125 કિલો વર્ગમાં અમેરિકાના પહેલવાન નિકોલસ એડવર્ડ સામે 2-7થી હારી જતાં કાંસ્ય ચંદ્રક ચૂકી ગયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer