ડૉલરની નરમાઈ છતાં સોનું ઘટયું

ડૉલરની નરમાઈ છતાં સોનું ઘટયું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : સોનાના ભાવ નરમ પડયા હતા. દિવસભર વધઘટ મોટી રહી હતી, પણ મોડી સાંજે ઢીલાશ હતી. ન્યૂ યોર્કમાં સોનું 12.24 ડૉલર સુધી ઘટયું હતું. વધીને ગયા અઠવાડિયામાં 1233 ડૉલર હતા. યુરોપિયન શૅરોમાં તેજી આવવાને લીધે એશિયાઇ બજારોમાં પણ સુધારો હતો. પરિણામે સોનામાં વેચવાલી હતી. મૂડિઝે ઇટાલીનું સોવેરીન રેટિંગ જાળવી રાખ્યું છે એટલે સુધારો હતો. ચીને અર્થતંત્રને સ્થિર રાખવા માટે ઉદ્દીપક પેકેજ આપવાની જાહેરાત કરી છે. એ કારણે પણ સોનામાં થોડી નરમાઇ હતી. ચલણ બજારમાં ડૉલરની કિંમત નરમ પડી હતી એટલે સોનું ખાસ તૂટી શક્યું ન હતું.
ચાર્ટીસ્ટોના મતે સોનાની રેન્જ 1220થી 1230 વચ્ચે રહેશે. જે કોઇપણ સ્તર બ્રેક થાય ત્યાંથી વધુ 7-8 ડૉલરની વધઘટ જોવાશે. ભૂરાજકિય કટોકટી હજુ સાઉદી અરેબિયા પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા તનાવને લીધે ચાલી રહી છે એટલે સોનાને ટેકો મળશે. હવે સટ્ટોડિયાઓ શોર્ટ પોઝીશનો ઘટાડવા લાગ્યા છે. એ કારણ તેજીનું જણાય છે. આવનારા દિવસોમાં 1210 ન તૂટે ત્યાં સુધી નવી મંદી મુશ્કેલ છે. 1235 ડૉલર વટાવે ત્યાર પછી જ તેજી આવશે.
ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 14.61 ડૉલર ક્વોટ થતો હતો. રાજકોટમાં ચાંદીનો ભાવ એક કિલોએ રૂા.38,800 રહ્યો હતો. મુંબઇ ચાંદી રૂા. 100 ઘટી જતાં રૂા. 38,345 હતી. રાજકોટમાં 10 ગ્રામ સોનું રૂા. 32,350 એ સ્થિર હતું. મુંબઇમાં રૂા. 20 ઘટી જતાં રૂા. 31,800 હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer