એમસીએક્સની આજે બોર્ડ મિટિંગ

એમસીએક્સની આજે બોર્ડ મિટિંગ
મિટિંગ પહેલાં એમસીએક્સના શૅરમાં તેજીનો સટ્ટો ગુંથાયો
 
મુંબઈ, તા. 22 : મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)ની 23 અૉક્ટોબરની બોર્ડ મિટિંગ મળે તે પહેલા આ એક્ષ્ચેજ ઉપર જંગી ફ્યુચર અને ઓપ્શન્સમાં મોટી પોઝિશન સર્જાઈ છે.
શૅરબજારમાં ઘટાડાનો દોર હોવા છતાં એમસીએક્સના શૅરના ભાવમાં આ મહિને 12-14 ટ્રેડિંગ સત્રમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે.
એનલિસ્ટ અને આશ્ચર્ય એ વાતે છે કે બીએસઈ અને એનએસઇએ પોતાના પ્લેટફૉર્મ ઉપર કોમોડિટી ટ્રેડિંગ શરૂ કર્યા તે છતાં એમસીએક્સના શૅરના ભાવમાં વધારો નોંધાયો છે.
આ એનલિસ્ટે કહ્યું કે બીએસઈ, એનએસઈએ પોતાના કોમોડિટી પ્લેટફૉર્મ શરૂ કર્યા હોવાથી એમસીએક્સના નફા ઉપર અસર પડવાની શક્યતા છે.
આમ છતાં અૉક્ટોબરની શરૂઆતથી એમસીએક્સના શૅરના ભાવ વધ્યા છે.
આ મહિને એમસીએક્સની એક્સચેન્જની બોર્ડ મિટિંગમાં એમસીએક્સ અને એનએસઇના મર્જરની દરખાસ્તના અથવા એમસીએક્સના વેલ્યુએશન રિપોર્ટની ચર્ચા થશે.
એક બ્રોકરેજ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, `એનએસઈ અને એમસીએક્સના મર્જરની વાતો ઘણા સમયથી ચાલે છે ત્યારે પણ એમસીએક્સના શૅરના ભાવ વધ્યા હતા, પણ થોડા દિવસમાં જ તે ઉછાળો શમી ગયો હતો. આ સમયે જો કેટલાક ટ્રેડર્સ અત્યારના બજારની તેમની પોઝિશન પકડી રાખશે તો તેમણે મોટું જોખમ લીધું હોવાનું ગણાશે.
અૉગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન એમસીએક્સના શૅરના ભાવ 25 ટકાથી વધારે ઘટયા હતા અને નિફ્ટીમાં 15 ટકાના ઘટાડાને પગલે આ ઘટાડો આવ્યો હતો પણ અૉક્ટોબર મહિનાની ડેરિવેટીવમાં તેના ભાવ વધવા શરૂ થયા હતા.
અન્ય એક સૂત્રએ કહ્યું કે એમસીએક્સના ત્રિમાસિક પરિણામ સારા આવવાની શક્યતાએ પણ શૅરના ભાવ વધ્યા છે. એક્સચેન્જના ટર્નઓવરમાં પણ થોડા મહિનામાં વધારો નોંધાયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer