અમૃતસર ટ્રેન અકસ્માત : વીડિયોમાં હાથ જોડી રડતો જોવા મળ્યો આયોજક

ચંડીગઢ, તા. 22: દશેરા ઉપર બનેલી અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં ફરાર એવા રાવણ દહન કાર્યક્રમના આયોજક સૌરભ મદાન ઉર્ફે મિઠ્ઠુનું પહેલું નિવેદન સામે આવ્યું છે. સૌરભે એક વીડિયો જારી કર્યો છે. જેમાં તે રડતા રડતા પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે તેમજ પોતાની વિરુદ્ધ ષડ્યંત્ર ઘડાઈ રહ્યું હોવાનો દાવો કરી રહ્યો છે. સૌરભે વીડિયોમાં કહ્યું હતું કે, તે પોતે દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છે. દશેરા કાર્યક્રમનું આયોજન લોકોને એકજુથ કરવાના હેતુથી થયું હતું. તેમાં મંજૂરી પણ લેવામાં આવી હતી અને પોલીસ, ફાયરબ્રિગેડ તમામ સ્થળ ઉપર હતા. આ સમગ્ર આયોજન એક મેદાનમાં કરવામાં આવ્યું હતું. ટ્રેનના ટ્રેક ઉપર કોઈ આયોજન કરાયું નહોતું. વધુમાં સૌરભે કહ્યું હતું કે, લોકો ટ્રેનના પાટા ઉપર એકઠા થયા હતા અને ટ્રેન પસાર થઈ હતી. તેમાં તેનો શું ગુનો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer