`નાજુક પત્ની જોઈએ છે ?

તો અપનાવો દેશી ગાયનું ઘી' હરિયાણાના કૃષિપ્રધાને એક કાર્યક્રમમાં આપ્યો નુસખો
 
નવી દિલ્હી, તા. 22 : હરિયાણાના કૃષિ મંત્રી ઓમ પ્રકાશ ધનખડે કૃષિ ઈનોવેશન સમિટમાં પોતાના સંબોધન દરમિયાન લોકોને પાતળી અને નાજુક પત્નીનો નુસ્ખો આપ્યો હતો. ધનખડે દાવો  કર્યો હતો કે, જેવી રીતે સફોલા તેલના પ્રચારમાં દાવો કરવામાં આવે છે કે તેનાથી હૃદય સંબંધિત બિમારી નથી થતી. તેવી જ રીતે હરિયાણામાં દેશી ગાયના ઘીના સેવનથી હૃદયની સમસ્યા દુર રહે છે. આ સાથે એવો દાવો પણ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને પાતળી અને નાજુક રાખવા માગતા હોય તો તેઓને પોતાની પત્નીને દેશી ગાયનું ઘી ખવડાવવું જોઈએ. 
ખેતીની સમસ્યાઓ અને ખેડૂતોની આવક બમણી કરવા માટે ઓમ પ્રકાશ ધનખડે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. પરાલીના મુદ્દે તેઓએ કહ્યું હતું કે, ખેડૂત સમયને બચાવવા અને ઝડપથી નવો પાક લેવા માટે પરાલી સળગાવવાનું કામ કરી રહ્યા છે. જો કે સરકારની કવાયત બાદ હવે ખેડૂતો પણ આ કામગીરી ન કરવાનો વિચાર કરવા મજબુર થયા છે. ધનખડે કહ્યું હતું કે, કિસાન વર્ષોથી કમિશનની માગણી કરી રહ્યા છે. લાંબા સમય બાદ સ્વામિનાથન સમિતિ બનાવવામાં આવી પણ સમિતિની ભલામણો લાગુ કરવા માટે પૂર્વ સરકાર દ્વારા દરકાર લેવામાં આવી નહોતી. આવી જ રીતે કોંગ્રેસ સરકારે ખેડૂતોની આવક વધારવાની દિશામાં પણ કોઈ કામ કર્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer