સેલ્ફી સ્ટન્ટ બદલ અમૃતા ફડણવીસે માગી માફી

સેલ્ફી સ્ટન્ટ બદલ અમૃતા ફડણવીસે માગી માફી
કહ્યું ફ્રેશ હવા લેવા માટે ત્યાં બેઠી હતી

મુંબઈ, તા. 22 : સેલ્ફી પ્રકરણ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે માફી માગી છે. અમૃતા ફડણવીસે શનિવારે નવી શરૂ થયેલી ક્રૂઝના તૂતકની ધાર પર બેસીને જોખમી રીતે સેલ્ફી લેતાં ઠેર-ઠેર તેમની ટીકા કરવામાં આવી હતી. આજે તેમણે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું હતું કે, સેલ્ફી પ્રકરણે થયેલી ગેરસમજ માટે હું માફી માગું છું. હું જ્યાં બેઠી હતી તે જગ્યા જોખમી નહોતી અને હું ફ્રેશ હવા લેવા ત્યાં બેઠી હતી તેવો દાવો તેમણે કર્યો છે. 
જોખમી સ્થળોએ સેલ્ફી ન લેવાનું આહ્વાન પોલીસ પ્રશાસન તરફથી વારંવાર કરવામાં આવે છે. આ પાર્શ્વભૂમિ પર મુખ્ય પ્રધાનનાં પત્નીએ સેલ્ફી લેતાં વિવાદ સર્જાયો હતો.
અમૃતા ફડણવીસે કહ્યું હતું કે હું જ્યાં બેઠી હતી એની નીચે પણ બે પગથિયાં હતાં એટલે એ જગ્યા જોખમી નહોતી. આમ છતાં મારે આજના યુવકોને કહેવું છે કે સેલ્ફી લેવા માટે તેમણે કોઈ જોખમ લેવું ન જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer