પ્રૉવિડન્ટ ફંડ ઉપાડવું છે ? એવો ફોન આવે તો ચેતજો !

પ્રૉવિડન્ટ ફંડ ઉપાડવું છે ? એવો ફોન આવે તો ચેતજો !
મુંબઈ, તા. 22 : ઍમ્પલોઈસ પ્રોવિડન્ટ ફંડ ર્ઓગેનાઈઝેશન (ઈપીએફઓ)ના નામે ફોન કરીને પેન્શનધારકોને ઠગતા આરોપી વિરુદ્ધ બાંદ્રા પૂર્વમાં આવેલી ઈપીએફઓની અૉફિસે ફરિયાદ નોંધાવી છે. ઈપીએફઓએ તેના સભ્યો અને પેન્શન ધારકોને `દીપક શર્મા'ના નામથી આવતા ફોનથી ચેતવાનું કહ્યંy છે. 
પોલીસે આપેલી માહિતી મુજબ, ઈપીએફઓમાંથી બોલું છું એવો ફોન દીપક શર્મા નામનો ઠગ કરે છે  અને લોકો પાસેથી પૅન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો માગે છે. એ જે ટેલિફોન નંબર પરથી ફોન કરે છે એ ગૂગલના સર્ચમાં દેખાય છે અને ઈપીએફઓએ બાંદ્રા-કુર્લા કૉમ્પલૅક્સમાં આવેલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
આ બાબતે સોમવારે ગુનો નોંધવામાં આવ્યો છે. પેન્શન ઉપાડવા માટે ખાનગી વિગતોની જરૂર છે તેવા ફોન સભ્યોને વારંવાર આવે છે તેવી ફરિયાદ ઈપીએફઓમાં મળી ત્યારે  છેતરપિંડીની ઘટનાની જાણ થઈ હતી. ફૉન સર્ચ ડિરેક્ટરી (જસ્ટ ડાઈલ) પર ફોન નંબર કોણે અપલોડ કર્યો તેની વિગતો જાણવા માટે ગૂગલની અૉફિસમાં માહિતી મોકલવામાં આવી છે.
સાયબર ક્રાઈમના એક નિષ્ણાતે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓમાં ઝડપથી વધુ પૈસા કમાવવાની લાલચમાં કંપનીના અંદરના માણસે જ સભ્યોની વિગતો આરોપીને આપી હોવાની શક્યતા હોય છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer