દુષ્કર્મના કેસમાં બિશપ સામે નિવેદન આપનારા ફાધર કુરિયાકોસનું શંકાસ્પદ મૃત્યુ

દુષ્કર્મના કેસમાં બિશપ સામે નિવેદન આપનારા ફાધર કુરિયાકોસનું શંકાસ્પદ મૃત્યુ
જલંધર, તા. 22: કેરળમાં નન સાથે બળાત્કારના કેસમાં મુખ્ય સાક્ષી અને આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલ સામે નિવેદન આપનારા ફાધર કુરિયાકોસનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે. જલંધરના દાસુઆ સ્થિત સેન્ટ મેરી ચર્ચમાંથી કુરિયાકોસનો મૃતદેહ મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે કુરિયાકોસને છેલ્લા અમુક દિવસોથી ધમકીઓ પણ મળી રહી હતી અને થોડા દિવસ પહેલા તેમની કાર ઉપર હુમલો થયો હતો. જો કે હજી સુધી સ્પષ્ટ થયું નથી કે કુરિયાકોસની હત્યા થઈ છે કે તેમણે આપઘાત કર્યો છે. દાસુઆના ડીએસપી એ.આર. શર્માએ કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનાં કારણનો ખુલાસો થશે. તેઓ સેન્ટ પોલ ચર્ચમાં રહેતા અને જ્યાં મૃત મળી આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer