સેસ્ડ અને અનસેસ્ડ બિલ્ડિંગો માટે વધુ અને એકસમાન એફએસઆઇની માગ

મુંબઈ, તા.23 : રિયાલિટી ક્ષેત્રના વિકાસ માટે સેસ્ડ અને અનસેસ્ડ બિલ્ડિંગો માટે વધુ અને એકસમાન ફ્લોર સ્પેસ ઇન્ડેક્ષ (એફએસઆઇ) આપવાની માગણી અને અપીલ રાજ્યના બીલ્ડરો અને ડેવલપરોએ કરી છે. તળ મુંબઈમાં વર્ષ 1969 અગાઉ બનેલી જૂની ઇમારતો સેસ્ડ બિલ્ડિંગની શ્રેણીમાં આવે છે. બીલ્ડર લોબીનું કહેવું છે કે સેસ્ડ કે અનસેસ્ડ કોઇ પણ પ્રકારની બિલ્ડિંગના રિડેવલપમેન્ટ માટે હાલમાં છે તેનાથી વધુ પ્રોત્સાહક અને એક સમાન એફએસઆઇ આપવાથી પરા વિસ્તાર અને તળ મુંબઈમાં એસસમાન દરે વિકાસ હરણફાળ ભરશે. 
રાજ્ય સરકારે સપ્ટેમ્બરમાં ડેવલપમેન્ટ કન્ટ્રોલ એન્ડ પ્રમોશનલ રેગ્યુલેશન (ડીપીસીઆર) 2034ને મંજૂરી આપી તેમાં જણાવાયું છે કે સેસ્ડ બિલ્ડિંગોનાં રિડેવલપમેન્ટ માટે ટેનેન્ટ્સના પુનર્વસન માટે જરૂરી હાલના નિયમો પ્રમાણે એફએસઆઇ ઉપરાંત પ્રોત્સાહન માટે વધુ પચાસ ટકા એફએસઆઇ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે હાલમાં નિયમ પ્રમાણે ટેનેન્ટને જો 200 ચોરસ ફૂટની જગ્યા મળવાની હોય તો સેસ્ડ બિલ્ડિંગના ટેનેન્ટ્સને 300 ચોરસ ફૂટની જગ્યા મળશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer