શહેર નજીક અહિંસા ભવન બાંધવા જૈન ગ્રુપને જમીન ફાળવા

નાશિક, તા. 23 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ નજીક અહિંસા ભવન બાંધવા જમીન-પ્લોટ ફાળવાશે એવી જાહેરાત કરી હતી.
આ સ્મારકની દરખાસ્ત દિગંબર જૈન ગ્રુપે કરી હતી, જેમાં પહેલા તીર્થંકર ઋષભદેવની માંગીતુંગી ખાતે 108 ફૂટની પ્રતિમા મૂકવાની આ ગ્રુપની યોજના છે. દરખાસ્ત મુજબ ટ્રસ્ટને અહિંસા ભવન બાંધવા માટે જમીન ઉપલબ્ધ કરાશે એમ ફડણવીસે કહ્યું હતું. સિડકોનું નોટિફિકેશન આ વિષયે ટૂંક સમયમાં બહાર પડાશે.
શહેરથી 130 કિ.મી. દૂર માંગીતુંગી પવિત્ર યાત્રાનું સ્થળ છે. જેને વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા બેસાડવા માંગીતુંગી માટે 2016માં જે વચનો અપાયાં હતાં તે પ્રાધાન્ય ધોરણે પૂરાં કરાશે. માંગીતુંગીને વિકસાવવા રૂા. 275 કરોડના પેકેજની જાહેરાત કરાઈ હતી. રાજ્ય સરકારે આને અનુલક્ષીને ત્રણ મહિનામાં રૂા. 55 કરોડના ખર્ચનું કામકાજ પૂરું કર્યું છે. બીજી કામગીરી સમયપત્રક મુજબ પૂર્ણ કરાશે. 
અગાઉ મૂર્તિ નિર્માણ કમિટીના પ્રમુખ રવીન્દ્રકીર્તિ સ્વામીએ જણાવ્યું હતું કે 2016માં આદરેલી યોજનાનું કામકાજ બાકી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer