અનિલ અંબાણીને રાજકોટ ઍરપોર્ટનો રૂા. 650 કરોડનો કૉન્ટ્રાક્ટ મળવાની શક્યતા

અનિલ અંબાણીને રાજકોટ ઍરપોર્ટનો રૂા. 650 કરોડનો કૉન્ટ્રાક્ટ મળવાની શક્યતા
અમદાવાદ, તા. 23 : આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા અનિલ અંબાણીને રાજકોટનું પ્રસ્તાવિત હિરાસર ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ વિકસાવવા માટે રિલાયન્સ ઈન્ફ્રાનું ટેન્ડર અન્ય હરીફ કંપનીઓની સરખામણીએ ઓછામાં ઓછું હોવાથી આ કોન્ટ્રાક્ટ તેને મળવાપાત્ર થઈ રહ્યો છે. 
રાજકોટથી 28 કિલોમીટર દૂર હિરાસર પાસે અદ્યતન ઍરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ચૂકી છે. રાજકોટના વર્તમાન ઍરપોર્ટની ક્ષમતા મર્યાદિત હોઈ તેને વિકસાવવાનું શક્ય ન હોવાથી હિરાસર ખાતે આશરે રૂા. 1400 કરોડના કુલ ખર્ચે ઍરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું ઍરપોર્ટ બનાવવાની ઍરપોર્ટ અૉથોરિટીની નેમ છે, જેમાં ગ્રીનફિલ્ડ કોરિડોર સહિત ઍરપોર્ટ બિલ્ડિંગ, રન-વે અને અન્ય માળખાકીય સુવિધાઓ પાછળ આશરે રૂા. 797 કરોડનો ખર્ચ થવાની ઍરપોર્ટ અૉથોરિટીની ધારણા છે.
 
 
 
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer