કપૂર ઍન્ડ સન્સનું ડબલ સેલિબ્રેશન

કપૂર ઍન્ડ સન્સનું ડબલ સેલિબ્રેશન
કપૂર પરિવારને આંગણે તાજેતરમાં ડબલ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં પૃથ્વી થિયેટરના 40મા સ્થાપના દિવસની સાથોસાથ પૃથ્વીરાજ કપૂરની 112મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. આ સેલિબ્રેશનમાં કપૂર પરિવારના ગ્રાન્ડ સન્સ ઉપરાંત રંગમંચ કલાકારો રંજિત કપૂર, લીલેટ દુબે, લારા દત્તા, શ્યામ બેનેગલ, ઈલા અરુણ, દિવ્યા દત્તા, ગુલશન દેવૈયા તેમ જ ટીનું આનંદ પણ સહભાગી થયાં હતાં.
ઉજવણીનો પ્રારંભ રૉયલ ઓપેરા હાઉસમાં પૃથ્વીરાજ કપૂરના નાટક `િદવાર'ની ભજવણીથી થયો હતો, જેનું પ્રીમીયર અગાઉ 1945માં થયું હતું.

Published on: Tue, 06 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer