`બધાઈ હો'' પ્રવેશી 100 કરોડની ક્લબમાં

`બધાઈ હો'' પ્રવેશી 100 કરોડની ક્લબમાં
અમિત શર્મા દિગ્દર્શિત `બધાઈ હો' ફિલ્મે બૉક્સ અૉફિસ પર રૂા. 100 કરોડનું માઈલસ્ટોન સિદ્ધ કર્યું છે. આ કોમેડી ડ્રામામાં આયુષમાન ખુરાના, નીના ગુપ્તા, ગજરાજ રાવ, સુરેખા સિકરી અને સાન્યા મલ્હોત્રા જેવાં કલાકારોએ ભૂમિકા ભજવી છે. ફિલ્મના નિર્માતા જંગલી પીક્ચર્સે ટ્વીટર પર રિલીઝના ત્રીજા સપ્તાહમાં જ બૉક્સ અૉફિસનું કલેક્શન રૂા. 100 કરોડને વટાવી ગયું હોવાની જાહેરાત કરી હતી. આમ ફિલ્મે કેવળ 17 દિવસમાં રૂા. 100.10 કરોડ સાથે `100 કરોડ'ની ક્લબમાં પ્રવેશ કર્યો છે. ફિલ્મમાં આયુષમાને ખૂબ જ સુંદર અભિનય કર્યો છે.

Published on: Tue, 06 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer