કાજોલે કરાવ્યું અજય અને કરણ વચ્ચે પેચઅપ

કાજોલે કરાવ્યું અજય અને કરણ વચ્ચે પેચઅપ
બૉલીવૂડમાં કયારે મૈત્રી અને કયારે દુશ્મની થઇ જાય તે કહેવાય નહીં. આવું જ કંઇક કાજોલ, અજય દેવગણ અને કરણ જોહર વચ્ચે બન્યું છે. અભિનેત્રી કાજોલ અને ફિલ્મમેકર કરણ ખૂબ જ સારા મિત્રો હતાં. કરણની ફિલ્મો દ્વારા કાજોલને સારી એવી ખ્યાતિ મળી હતી. જો કે, બે વર્ષથી આ બંને વચ્ચે અબોલા હતા. અને તેનું કારણ હતી કાજોલના પતિ અજયની ફિલ્મ શિવાય. વાત જાણે એમ હતી કે કરણની ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલ અને અજયની ફિલ્મ શિવાય બે વર્ષ પહેલાંની દિવાળીએ સાથે રિલીઝ થઇ હતી. તે સમયે એમ કહેવાય છે કે શિવાયની બદનામી કરવા કરણે કમાલ આર. ખાનને લાખો રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ કરણ અંગત મિત્રો વચ્ચે પણ અજય વિશે ઘસાતું બોલ્યો હોવાનું કહેવાય છે જેની જાણ અજયને થતાં તેણે કાજોલને પણ કરણ સાથે ન બોલવાનો આદેશ આપ્યો હતો.  
જો કે, હવે આમાં એવો વળાંક આવ્યો છે કે કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણમાં કાજોલ પતિ સાથે જોવા મળશે. અચાનક આ જોડાણ થયું કેવી રીતે એવો સવાલ અનેકોને મૂંઝવી રહ્યો છે. પરંતુ આમાં કાજોલનો કરિશ્મા કામ કરી ગયો છે. કાજોલે કરણ અને અજય વચ્ચે પેચઅપ કરાવ્યું છે. આમ છતાં અજય તો માત્ર પત્નીના કહેવાથી જ આ શોમાં આવવા તૈયાર થયો છે અને તેણે અગાઉથી કહી દીધું છે કે કરણે પોતાના મૂળ સ્વભાવ અનુસાર મસ્તીમજાકભર્યા સવાલો પૂછવા નહીં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer