એટીપી ફાઇનલ્સમાંથી ઇજાને લીધે નડાલ બહાર

એટીપી ફાઇનલ્સમાંથી ઇજાને લીધે નડાલ બહાર
લંડન, તા.7: સ્પેનનો ટેનિસ સ્ટાર રાફેલ નડાલ ઇજાને લીધે આવતા સપ્તાહથી શરૂ થઇ રહેલ સિઝનની આખરી ટૂર્નામેન્ટ એટીપી ફાઇનલ્સમાંથી હટી ગયો છે. આથી સર્બિયાના નોવકા જોકોવિચનું વર્ષના અંત સુધી નંબર વન પર બની રહેવું સુનિશ્ચિત થઇ ગયું છે.  હાલ વિશ્વ ક્રમાંકમાં નંબર બે નડાલ એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં ટોચના ક્રમનો ખેલાડી હતો. હવે નડાલે કહયું છે કે તેને પગ અને પેટમાં તકલીફ છે. પગના તળિયામાં કદાચ સર્જરી કરાવી પડી શકે છે. નડાલ બહાર થઇ જવાથી અમેરિકાના જોન ઇસનરનો એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં સામવેશ થયો છે. આ પ્રતિષ્ઠિત ટેનિસ સ્પર્ધામાં વિશ્વના ટોચના 10 ખેલાડીને રમાવાનો મોકો મળે છે. 32 વર્ષના નડાલે જૂનમાં 11મી વખત ફ્રેંચ ઓપન જીતીને રેકોર્ડ બનાવ્યો હતો.  આ પછી તે વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં સેમિ ફાઇનલ સુધી પહોંચ્યો હતો. યુએસ ઓપનમાં તેને સેમિ ફાઇનલ મેચમાં ઇજાને લીધે રિટાયર્ડ હર્ટ થવું પડયું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer