સત્તા પર ચૂંટાઈ આવે તો કૉંગ્રેસ છત્તીસગઢના ખેડૂતોનાં દેવાં માફ કરશે

સત્તા પર ચૂંટાઈ આવે તો કૉંગ્રેસ છત્તીસગઢના ખેડૂતોનાં દેવાં માફ કરશે
રાજનંદગાંવમાં ચૂંટણી રૅલીમાં રાહુલનું વચન
 
રાજનંદગાંવ (છત્તીસગઢ), તા. 9
(પીટીઆઈ) : કૉંગ્રેસ છત્તીસગઢમાં સત્તા પર ચૂંટાઈ આવશે તો દસ દિવસોમાં ખેડૂતોનાં દેવાં માફ કરી દેશે, એમ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન રમણસિંહનું વતન રાજનંદગાંવમાં ચૂંટણી રૅલીને સંબોધતાં રાહુલ ગાંધીએ ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) દાખલ કરવા વિશે કેન્દ્ર ખાતે ભાજપના નેતૃત્વવાળી સરકાર પર પ્રહાર કર્યા હતા અને એવો આક્ષેપ કર્યો હતો કે તે ગબ્બર સિંહ ટૅક્સ છે. 47 વર્ષીય કૉંગ્રેસપ્રમુખે કહ્યું હતું કે શાસક ભારતીય જનતા પક્ષ દ્વારા કથિતપણે અપાયેલા `ખોટાં' વચન જેવાં વચન તેઓ આપવા નથી માગતા.
રાહુલે જણાવ્યું હતું કે પંજાબ અને કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન ખેડૂતો માટે લોન માફીનું વચન તેમના પક્ષે આપ્યું હતું અને બંને રાજ્યોમાં સત્તા પર આવ્યા બાદ વચન પાળ્યું હતું.
Published on: Sat, 10 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer