`આંખે-2''એ અનીસ અને અમિતાભને ફરી ભેગા કર્યા

`આંખે-2''એ અનીસ અને અમિતાભને ફરી ભેગા કર્યા
2002માં રૂ થયેલી થ્રીલર ફિલ્મ આંખેની સિકવલ આંખે-2 છેલ્લા થોડા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ કાયદાકીય આંટીઘુંટીમાં અટવાઇ હોવાથી ચર્ચાસ્પદ બની હતી. જોકે, હવે આ અવરોધ દૂર થયો છે અને દિગ્દર્શક અનીઝ બઝમી તથા અમિતાભ બચ્ચન ફરી એકસાથે કામ કરતા જોવા મળશે. અનીઝએ જણાવ્યું કે, અગાઉ આંખે -2નું નિર્માણ ગૌરાંગ દોશી કરવાના હતા. તેઓ મૂળ ફિલ્મના પણ નિર્માતા હતા. જોકે, ફિલ્મના અધિકાર રાજતરુ સ્ટુડિયો પાસે હતા અને ગૌરાંગે તે મેળવ્યા નહોતા. મેં તેને પૂછ્યું ત્યારે પણ તેણે કહ્યું હતું કે,વાંધો નહીં આવે. આથી અમે આંખે-2નું મુહૂર્ત પણ રાખ્યું હતું જેમાં અમિતાભ બચ્ચન આવ્યા હતા. જો કે,રાજતરુએ વાંધો લેતાં ફિલ્મ અટવાઇ ગઇ હતી, પરંતુ હવે ગૌરાંગ નીકળી ગયો છે અને ફિલ્મનું સહનિર્માણ રાજતરુ અને ઈરોઝ ઈન્ટરનેશનલ મળીને કરશે. 
આંખે-2 માટે અનીઝે રસપ્રદ વિચારણા કરી છે. અમિતાભ સાથે ફરી કામ કરવા મળશે તે વાતે દિગ્દર્શક ખુશખુશાલ છે. તેમણે કહ્યું કે, લાખો ભારતીયોની જેમ હું પણ તેમનો ચાહક છું. આથી તેમની સાથે ફરી કામ કરવા આતુર છું. આંખે-2માં તેમની હાજરીને પૂરતો ન્યાય આપવા હું પ્રયત્નશીલ રહીશ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer