`ભાભીજી ઘર પે હૈ' સિરિયલમાં અનિતાભાભીની ભૂમિકા ભજવતી અભિનેત્રી સૌમ્યા ટંડન ગર્ભવતી છે. સોશિયલ મીડિય પર આ સમાચાર જણાવતાં તેણે કહ્યું કે તેને ફેસિનેટિંગ રાઇડ જેની અનુભૂતિ થાય છે. સૌમ્યાએ પોતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, સવારે ઊઠી ત્યારે મને `સુપરહીરો વિધાઉટ એ કૅપ'ની અનુભૂતિ થઇ હતી. મને જાદુગર હોવા જેવુ લાગ્યું હતું અને અંતર લાગણીઓથી ઊભરાતું હતું. હોર્મોન્સમાં ઉછાળો આવ્યો હતો અને તેનો આનંદ મારા તનમનમાં વ્યાપેલો હતો. હું ગર્ભવતી છું અને દરેક ક્ષણે તેનો આનંદ માણું છું.
ફિલ્મ `જબ વી મેટ'માં કરિના કપૂરની બહેનની ભૂમિકા ભજવનારી સૌમ્યાએ 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. જો કે તે અગાઉ બંને વચ્ચે દસ વર્ષથી સંબંધ હતો. થોડા મહિના અગાઉ સૌમ્યાના `સુવાવડ'ની અફવા હતી. જોકે, ત્યારે તેને લિવર ઈન્ફેકશન થયું હતું અને તેણે આ માટે એક સપ્તાહની રજા લીધી હતી.
`ભાભીજી'' સૌમ્યા ટંડન ગર્ભવતી
