રણજી ટ્રૉફી : જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી સૌરાષ્ટ્રને જીતની તક

રણજી ટ્રૉફી : જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી સૌરાષ્ટ્રને જીતની તક
બીજા દાવમાં રેલવેના 8 વિકેટે 278 રન
 
રાજકોટ, તા.14: રણજી ટ્રોફીના ગ્રુપ બીના રેલવે વિરૂધ્ધના મેચમાં સ્ટાર રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવથી સૌરાષ્ટ્રની ટીમે વિજય ભણી આગેકૂચ કરી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની ખંઢેરી સ્ટેડિયમની જીવંત વિકેટ પર આવતીકાલે મેચના ચોથા દિવસે સૌરાષ્ટ્રની ટીમને જીતની સારી તક રહેશે. આજે ત્રીજા દિવસના અંતે રેલવેના બીજા દાવમાં 8 વિકેટે 278 રન થયા હતા. આથી તે સૌરાષ્ટ્રથી 130 રન આગળ થયું છે અને 2 વિકેટ જ હાથમાં છે. આથી સૌરાષ્ટ્રનું લક્ષ્ય રેલવેને જલ્દીથી ઓલઆઉટ કરીને 150ની અંદર વિજય લક્ષ્યાંક મળે તેવું રહેશે.
બીજા દાવમાં રેલવે તરફથી હર્ષ ત્યાગીએ લડાયક અણનમ 73 રન કર્યાં હતા.સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર જાડેજાએ 4, રવીન્દ્ર જાડેજાએ 3 અને કમલેશ મકવાણાએ 1 વિકેટ લીધી હતી. આ પહેલા આજે મેચના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રનો પહેલા દાવ માત્ર 4 રનના ઉમેરા સાથે 348 રને સમાપ્ત થયો હતો. રવીન્દ્ર તેના ગઇકાલના સ્કોર 178 રન પર જ અણનમ રહ્યો હતો. રેલવેના પહેલા દાવમાં 200 રન થયા હતા. આથી સૌરાષ્ટ્રને 148 રનની નિર્ણાયક સરસાઇ મળી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer