ખાંડ ઉપર વધારાનો સેસ લાગવાની શક્યતા

ખાંડ ઉપર વધારાનો સેસ લાગવાની શક્યતા
રિટેલ ભાવ પ્રતિ કિલો રૂા. 3 વધી શકે

મુંબઈ, તા. 14 : ભારતના એટર્ની જનરલે ખાંડ પર જીએસટી ઉપરાંત વધારાનો સેસ નાખવાની તરફેણ કરી છે. આ ભલામણનો અમલ થાય તો ખાંડના ભાવ પ્રતિ કિલોએ રૂા. 3 વધે, પરંતુ તે સાથે ખેડૂતોને ફાયદો થવાની સંભાવના છે.
સુપ્રીમ કોર્ટે આ અગાઉ જીએસટી અંતર્ગત સેસ લગાવવાની કાયદેસરતાને માન્ય કરી હતી. આ બાબતે એટર્ની જનરલનો અભિપ્રાય માગવામાં આવતા તેમણે પણ અનુકૂળ અભિપ્રાય આપ્યો હતો. ખાંડ ઉપર વધારાનો સેસ લાદવા સામે વાંધો લીધો હતો.
એટર્ની જનરલના અભિપ્રાય પછી આસામના નાણાપ્રધાન હિંમત બિશ્વ શર્માની અધ્યક્ષતા હેઠળનાં રાજ્યોના નાણાપ્રધાનોના જૂથ ખાંડ ઉપર સેસ લાદવાની પુન: વિચારણા કરશે. આ દરખાસ્તને આખરી મંજૂરી જીએસટી કાઉન્સિલ આપે તે પછી તેનો અમલ થશે.
ખાંડ પર વધારાનો સેસ લાદવાને લીધે ફેકટરી ખાતેથી થતી ખાંડની રવાનગીનો ભાવ કિલો દીઠ રૂા. 3 (અંદાજે ક્વિન્ટલ દીઠ રૂા. 300)થી વધુ નહીં હોય એમ મનાય છે. આ સેસ થકી વાર્ષિક રૂા. 6700 કરોડની વધારાની આવક થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer