છત્તીસગઢમાં યોગીએ કહ્યું : રામનો નથી તે કોઇ કામનો નથી

નવી દિલ્હી, તા. 14 : છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભાજપ વતી ઝંપલાવતાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે, જે રામનો નથી તે કોઇ કામનો નથી. કેસરિયા પક્ષના સ્ટાર પ્રચારક યોગી રાજ્યમાં ચાર સભાઓ સંબોધિત કરશે. આદિત્યનાથ ધમતરી, રાયગઢ, કોરબા અને બિલાસપુરમાં ભાજપ ઉમેદાવારોના પક્ષમાં સભા સંબોધશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, સાંસદ હેમા માલિની પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર સભાઓને સંબોધન કરશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer