રામ રહિમે માગી મોબાઈલની છૂટ, હનીપ્રિતે જેલ બદલવા પત્ર લખ્યો

ચંડીગઢ, તા. 14 : દુષ્કર્મના આરોપી અને ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ અને તેની કથિત દત્તક દીકરીએ જેલ પ્રશાસનને અલગ અલગ પત્રો લખ્યા છે. રામ રહિમે પત્ર લખીને એવી માગણીઓ કરી છે કે, પોતાને જેલમાં મોબાઈલ વાપરવાની છૂટ મળે અને પરિવારજનોનો મળવાનો સમય વધારવામાં આવે. જ્યારે અંબાલા જેલમાં કેદ હનીપ્રિતે પણ પોતાને બીજી જેલમાં શિફ્ટ કરવામાં આવે તેવી માગણી કરતો પત્ર લખ્યો છે. ગુરમીતને 2પ ઓગસ્ટ 2017માં પંચકૂલાની વિશેષ સીબીઆઈ અદાલતે રેપ કેસમાં દસ-દસ વર્ષની સજા સંભળાવી હતી. ગુરમીતને સજા મળતાં જ પંચકૂલા વિસ્તારમાં હિંસા ભડકી હતી. આ હિંસા ભડકાવવામાં હનીપ્રિતનો હાથ હોવાનું બહાર આવતાં ધરપકડ કરીને અંબાલા જેલમાં મોકલી દેવાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer