સબરીમાલામાં છ મહિલા સાથે પ્રવેશનો પ્રયાસ કરશે તૃપ્તિ દેસાઈ

તિરુવનંતપુરમ, તા. 14 : કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશનો વિવાદ હજી પણ શાંત નથી થયો. તેવામાં સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈએ બુધવારે કહ્યું છે કે, તે શનિવારે 17 નવેમ્બરના 10થી 50 આયુવર્ગની 6 અન્ય મહિલાઓ સાથે સબરીમાલા મંદિર જશે. આ અગાઉ સબરીમાલામાં તમામ આયુવર્ગની મહિલાઓને પૂજાની મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો ભારે વિરોધ થયો હતો અને ચૂકાદા બાદ પણ મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકી નહોતી. ત્યારે હવે 17 નવેમ્બરને શનિવારના રોજ ભગવાન અયપ્પા મંદિર મડાલા-મક્કરવિલક્કૂ પૂજા માટે બે મહિના માટે ખુલવાનું છે. જેને લઈને તૃપ્તી દેસાઈએ હુમલાના ભયે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને એક ઈમેઈલમાં સુરક્ષા આપવાની માગણી પણ કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer