દુનિયામાં આતંકવાદી હુમલાનું એક જ કેન્દ્રબિંદુ : મોદી

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં વડા પ્રધાને પ્રત્યક્ષરૂપે પાકિસ્તાન ઉપર નિશાન તાક્યું
 
સિંગાપોર, તા. 14: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ સાથેની મુલાકાત દરમિયાન પ્રત્યક્ષરૂપે પાકિસ્તાન ઉપર નિશાન તાક્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દુનિયાનાં કોઈપણ સ્થળે થયેલા આતંકવાદી હુમલાનું કેન્દ્રબિંદુ અંતે એક જ હોય છે. આ અગાઉ પણ મોદી ઘણી વખત પાકિસ્તાનને આતંકવાદનું જન્મસ્થળ ગણાવી ચૂક્યા છે.
પૂર્વી એશિયા સંમેલન વચ્ચે વડાપ્રધાન મોદીએ પેન્સની સાથે પારસ્પરિક હિત અને દ્વિપક્ષીય તેમજ વૈશ્વિક બાબતો ઉપર ચર્ચા કરી હતી. મોદીએ પાકિસ્તાનમાં આતંકવાદી ચૂંટણી લડી રહ્યા હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકારોને કહ્યું હતું કે, બંને નેતાઓએ આતંકવાદ મામલે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, દુનિયાભરમાં થયેલા આતંકી હુમલાના પુરાવા અને હુમલાના નેતૃત્વનો મુખ્ય સ્રોત એક જ દિશામાંથી મળી આવે છે. બીજી તરફ પેન્સે 26 નવેમ્બરના હુમલાની 10મી વરસીનો ઉલ્લેખ કર્યો હતો અને આતંકવાદ સામે બંને પક્ષોના સહયોગની પ્રશંસા કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer