દુર્લભ ગુલાબી હીરો રૂા. 3.63 અબજમાં વેચાયો!

દુર્લભ ગુલાબી હીરો રૂા. 3.63 અબજમાં વેચાયો!
જેનેવા, તા. 14 : ખૂબ જ સુંદર અને દુર્લભ 19 કેરેટનો ગુલાબી હીરો પ કરોડ ડોલર (3.63 અબજ રૂપિયા)માં નીલામ થયો. મંગળવારે સ્વિત્ઝર્લેન્ડના જીનિવામાં તેની નીલામી બ્રિટિશ ઓક્શન હાઉસ દ્વારા કરવામાં આવી. આ ઓક્શન જ્યુરીના વડા રાહુલ કદાકિયાએ આ હીરાની હરાજીનું સુકાન સંભાળ્યું હતું. આ નીલામીમાં જાણીતા જ્વેલર હેરી વિંસ્ટને પ કરોડ ડોલરની બોલી લગાવી આ અદ્ભુત હીરો ખરીદી લીધો હતો. આ ગુલાબી હીરો 100 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાની એક ખાણમાંથી મળી આવ્યો હતો. આ હીરો પહેલાં ઓપનહાઈમર પરિવાર પાસે હતો. આ હીરો વિશ્વનો સૌથી મોંઘો હીરો બની ચૂક્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer