`બાહુબલી'' રોકેટથી જીસેટ-29નું સફળ આરોહણ

`બાહુબલી'' રોકેટથી જીસેટ-29નું સફળ આરોહણ
કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં સંદેશાવ્યવહાર બનશે સુદૃઢ : સમુદ્રની કરી શકશે જાસૂસી
 
નવી દિલ્હી, તા. 14 : ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાંથી દેશના અત્યાધુનિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-29ને બુધવારે સતીશધવન સ્પેસ સેન્ટરથી છોડવામાં આવ્યો હતો. ઇસરોના જણાવ્યા મુજબ હવામાન ચોખ્ખું થવાના કારણે ઇસરોને સંચાર ઉપગ્રહ જીસેટ-29ની લોન્ચીંગમાં કોઇ પરેશાની થઇ નહોતી. આ ઉપગ્રહ દેશનું સૌથી ભારે વજન વહન કરતા રોકેટ જીએસએલવી માર્ક-3ડીની સહાયથી અહીં છોડાયો હતો. જેથી તેને પોતાના વજન અને આકારને કારણે
તેને ઇસરોનો બાહુબલિ પણ કહેવાય છે.
જીસેટ-29 એક સંચાર ઉપગ્રહ છે, જેનું વજન લગભગ 3423 કિલોગ્રામ છે અને તેને 10 વર્ષના મિશન કાર્યકાળને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. જીસેટ-29નું વજન 3423 કિલો છે, જેમાં `કા તથા કુ' બેન્ડ લાગેલા છે. ઇસરોના ચેરમેન કે. સિવાનના જણાવ્યા મુજબ સંચાર ઉપગ્રહ જીસેટ-29 પર એક ખાસ પ્રકારનો `હાઇ રીઝોલ્યુશન' કેમેરા લાગેલો છે. આ કેમેરાને `જીયો આઇ' નામ આપવામાં આવ્યું છે, જેનાથી હિન્દ મહાસાગરમાં ભારતના દુશ્મનો પર અને તેમના જહાજો પર નજર રાખી શકાશે. સાથે આ સંચાર ઉપગ્રહથી જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વીય ભારતના વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવામાં મદદ મળશે. ઉલટી ગણતરી મંગળવારે બપોરે શરૂ થઇ હતી અને રોકેટ સાંજે પાંચ વાગ્યા ને આઠ મિનિટે રવાના થયું હતું.
પોતાના બીજા ઉડાનમાં જીએસએલવી-એમકે 3 રોકેટ જીસેટ-29ને ભૂસ્થિર કક્ષામાં સ્થાપિત કરશે. અગાઉ ચક્રવાત ગાઝાના ચેન્નાઇ અને શ્રીહરિકોટાની વચ્ચે ત્રાટકશે તેવું અનુમાન લગાવાતું હતું. જો કે, એ પછી ઇસરોએ કહ્યું હતું કે, લોન્ચનો કાર્યક્રમ હવામાન પર નિર્ભર છે અને અનુકૂળ પરિસ્થિતિ ન રહેવા પર તેને ટાળવામાં આવી શકે છે.
જીસેટ-29 ઉપગ્રહ ઉચ્ચ ક્ષમતાથી સજ્જ છે, જેનાથી પૂર્વોત્તર અને જમ્મુ-કાશ્મીર સહિત દેશના અંતરિયાળ વિસ્તારોમાં સંદેશાવ્યવહારની જરૂરતો પૂરી કરવામાં મદદ મળશે.
ઇસરોએ જણાવ્યું કે, `શ્રીહરિકોટા (અહીંથી 100 કિ.મી.થી વધુ દૂર)માં જીએસએલવી-એમકે3 રોકેટવાળા જીસેટ-29નું બુધવારે સફળ રીતે આરોહણ કરવામાં આવ્યું હતું'.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer