સીએ ઇન્સ્ટિટયૂટની પાંખો છેવટે કપાઈ ગઈ

કંપની અૉડિટર્સ ઉપરની નિયમનકારી સંસ્થા
નવી દિલ્હી, તા. 16 : કેન્દ્ર સરકારને જેની લાંબા સમયથી પ્રતિક્ષા હતી તે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ અૉથોરિટી (એનએફઆરએ)ના નિયમોને નોટિફાઇડ કર્યા છે. તેના પગલે ઇન્સ્ટિટયૂટ અૉફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અૉફ ઇન્ડિયા (આઈસીએઆઈ) પાસેથી લિસ્ટેડ કંપનીઓ, મોટી અનલિસ્ટેડ કંપનીઓ, બૅન્કો, વીમા કંપનીઓ અૉડિટરો પર નજર રાખવાની અને શિસ્ત જાળવવાની સીએ ઇન્સ્ટિટયૂટની સરકારે છીનવી લીધી છે.
કૉર્પોરેટ એફેર્સ મંત્રાલયની આ હિલચાલથી ઓડિટ પ્રોફેશનના સ્વતંત્ર નિયામક તરીકે નવી સ્થપાયેલી એનએફઆર એ સર્વશક્તિશાળી સંસ્થા બની ગઈ છે. ભૂતપૂર્વ આઈએએસ અધિકારી રંગાચારી શ્રીધરનને એનએફઆરના અધ્યક્ષ બનાવાયા છે.
આ પગલાંથી રૂા. 1000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અનલિસ્ટેડ કંપનીઓના કે રૂા. 500 કરોડથી વધુની ભરપાઈ મૂડી ધરાવતી કંપનીઓના અૉડિટરો હવે એનએફઆરએની હુકુમત હેઠળ આવી જશે. તમામ લિસ્ટેડ કંપનીઓના ઓડિટર્સ પણ એનએફઆરએની સત્તા નીચે આવી જશે.
આ ઉપરાંત આગલા વર્ષની 31 માર્ચના રોજ રૂા. 500 કરોડથી ઓછી ન હોય એવી લોન, ડિબેન્ચર અને ડિપોઝિટો પણ હવે એનએફઆરએ હેઠળ 
આવી જશે.
એનએફઆરએ દ્વારા હાથ ધરાનારી શિસ્તની કાર્યવાહીની વિગતવાર પ્રક્રિયા આ નિયમોમાં આવરી લેવાઈ છે. હવે સમરી પ્રોસિજર મારફત શો કોઝ નોટિસ અપાયાના 90 દિવસમાં તેનો નિકાલ કરવાનો રહેશે.
એનએસીએના ભૂતપૂર્વ અધ્યક્ષ અમરજિત ચોપરાએ જણાવ્યું હતું કે આ બાદ ક્વોલિટી રિવ્યુ બોર્ડ (ક્યુઆરબી) ફાજલ થઈ જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer