શ્રીકાંત હૉંગકૉંગ ઓપનમાંથી આઉટ

શ્રીકાંત હૉંગકૉંગ ઓપનમાંથી આઉટ
કોલૂન (હોંગકોંગ) તા.16: ભારતનો ટોચનો પુરુષ શટલર કિદાંબી શ્રીકાંત હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. ચોથા ક્રમના ભારતીય ખેલાડી શ્રીકાંતની કવાર્ટર ફાઇનલમાં જાપાનના નિશિમોટા કેંટા સામે 17-21 અને 13-21થી હાર થઇ હતી. આઠમા ક્રમના જાપાની ખેલાડીએ શ્રીકાંતને 44 મિનિટમાં હાર આપી હતી. કેંટાની શ્રીકાંત પર આ પહેલી જીત છે. આ વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં શ્રીકાંતે કેંટાને હાર આપી હતી, પણ આજે હોંગકોંગ ઓપનમાં તેની સામે જીત મેળવી શકયો ન હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer